મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : સોખડા ગામે મહિલા પર એસિડ એટેક કરનાર યુવકની પોલીસે કરી ધરપકડ, જાણો શા માટે કર્યું આવું

Rajkot News : રાજકોટ શહેરના સોખડા ગામે પરિણીતા પર એસિડ એટેક કરનાર યુવકની પોલીસે ધરપકડ કર

રાજકોટ : સોખડા ગામે મહિલા પર એસિડ એટેક કરનાર યુવકની પોલીસે કરી ધરપકડ, જાણો શા માટે કર્યું આવું

Rajkot News : રાજકોટ શહેરના સોખડા ગામે પરિણીતા પર એસિડ એટેક કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. એસિડ એટેકનો ભોગ બનનાર મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ યુવકે તેની મંગેતર અન્ય યુવક સાથે ભાગી જતા તેની દાઝ રાખીને આ મહિલા પર એસિડ એટેક કર્યો હતો. 

એસિડ એટેક કરનાર પ્રકાશ સરવૈયાની ધરપકડ

રાજકોટ શહેરની ભાગોળે આવેલા સોખડા ગામમાં રહેતી 34 વર્ષીય વર્ષાબેન ગોરીયા નામની પરિણીતા પર સોખડા ગામમાં જ રહેતા પ્રકાશ સરવૈયા નામના શખસે એસિડ ફેંકતા મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે તાકીદે તપાસ હાથ ધરી એસિડ એટેક કરનાર  પ્રકાશ સરવૈયાની ધરપકડ કરી છે. 

મંગેતરે અન્ય સાથે લગ્ન કરી લેતા દાઝ રાખી મહિલા પર એસિડ ફેંક્યું 

ભોગ બનનાર વર્ષાબેને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના કાકાની દિકરી પારસબેનની સગાઈ આરોપી પ્રકાશ સાથે કરાવી હતી, જેમાં  વર્ષાબેન મધ્યસ્થી રહ્યા હતા.  પારસ અન્ય યુવક સાથે પ્રેમલગ્ન કરી જતી રહી હતી. હાલ તે કયાં છે અને તેનું સરનામું જાણવા છતાં કહેતા ન હોવાની શંકા રાખી આરોપી પ્રકાશ સરવૈયાએ વર્ષાબેન સાથે બોલાચાલી કરી એસિડ એટેક કર્યો હતો.

કુવાડવા રોડ પોલીસે આરોપી પ્રકાશ સરવૈયા સામેBNSની કલમ 124(1), 333 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો