મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : ખોખરામાં શિક્ષિકા પર અનેક વાર દુષ્કર્મ, આરોપીએ બ્લેકમેલ કરી 30 લાખ અને ઘરેણાં પડાવ્યાં

Ahmedabad News : અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક શિક્ષિકા પર પરણિત પુરુષ દ્વારા દુષ્કર્મની ચોંકાવનારી ઘ

અમદાવાદ : ખોખરામાં શિક્ષિકા પર અનેક વાર દુષ્કર્મ, આરોપીએ બ્લેકમેલ કરી 30 લાખ અને ઘરેણાં પડાવ્યાં

Ahmedabad News : અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક શિક્ષિકા પર પરણિત પુરુષ દ્વારા દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે સંતાનોના પિતા આરોપી દુષ્કર્મીએ કોરોનાકાળમાં સગીરા પર દુષ્કર્મ આચરી ફોટો અને વીડિયો બનાવી લીધા હતા. બાદમાં આ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું અને સાથે 30 લાખ રૂપિયા અને ઘરેણાં પડાવ્યાં હતા. 

કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણ થકી આરોપી શિક્ષિકાના સંપર્કમાં આવ્યો 

ભોગ બનનાર શિક્ષિકા અગાઉ ખોખરા નજીક આવેલી ખાનગી સ્કૂલમાં ભોગ તરીકે નોકરી  કરતી હતી. તેનો પતિ દિલ્હી પોલીસના ફરજ બજાવતો હોવાથી દિલ્હી દિલ્હી રહેતો હતો. તેમને સંતાનમાં બે બાળકો છે. વર્ષ 2019-20 દરમિયાન કોરોનાના લીધે સ્કૂલ બંધ થઈ હોવાથી શિક્ષિકા વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવતી હતી. આ માટે એક વ્હોટસએપ ગ્રુપ બનાવ્યું હતું. આ દરમિયાન વ્હોટસએપ ગ્રુપમાંથી ધોરણ-3ના એક વિદ્યાર્થીનો પિતા આરોપી અશોક નિષાદ શિક્ષિકાના સંપર્કમાં આવ્યો હતો. 

આરોપીએ અનેકવાર દુષ્કર્મ આચરી, બ્લેકમેલ કરી 30 લાખ અને ઘરેણાં પડાવ્યાં

આરોપી અશોક અવાર નવાર શિક્ષિકા સાથે વાતચીત કરતો હતો અને તેના ઘરે અવરજવર કરતો હતો. વર્ષ 2020માં અશોક નિષાદ અચાનક શિક્ષિકાના ઘરે પહોંચ્યો હતો અને બળજબરીપૂર્વક તેની પર દુષ્કર્મ ગુજારી બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યરબાદ પણ અવારનવાર આરોપી શિક્ષિકાના ઘરે જઈને તેની પર દુષ્કર્મ ગુજારતો હતો અને તેના અશ્લીલ ફોટો અને વિડીયો પણ બનાવી લીધા હતા. જે બતાવીને તેણે પૈસાની માંગણી શરૂ કરી હતી. શિક્ષિકાએ ટુકડે ટુકડે 25 થી 30 લાખ રૂપિયા રોકડા આરોપીને આપ્યા હતા, તેમજ સોના-ચાંદીના દાગીના પણ આરોપીએ લઈ લીધા હતા.

આ પણ વાંચો : અમદાવાદના વાડજમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

વધુ પૈસા ન આપતા શિક્ષીકાને માર મર્યો અને સમગ્ર મામલો સામે આવ્યો 

ગત ઓગસ્ટ મહિનામાં આરોપીએ શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી વધુ પૈસાની માંગણી કરી હતી અને તેણે પૈસા આપવાનો ઇનકાર કરતા ઝઘડો થયો હતો. આ ઘટના બાદ 15 ઓકટોબર 2024ના રોજ અશોક અને તેની પત્ની તેમજ બીજા વ્યક્તિઓએ  શિક્ષિકાની સ્કૂલે આવી તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેને માર મારી હતી. 

શિક્ષિકાએ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અંતે શિક્ષિકાએ પોતાના પરિવારને જાણ કરતા આ મામલે આરોપી સામે ખોખરા પોલીસ મથકે દુષ્કર્મ અને પૈસા પડાવી લેવાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

આરોપી અશોક નિષાદ

આરોપી એટ્રોસિટીના ગુનામાં જેલમાં બંધ, પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે કરી ધરપકડ

આ મામલે ખોખરા પોલીસે આરોપીની તપાસ કરતા તે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટીના ગુનામાં જેલમાં હોવાનું ધ્યાને આવતા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પકડી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉ ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીને પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેવામાં ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે ભોગ બનનાર પાસેથી લીધેલા પૈસા અને દાગીનાનું શું કર્યું તેને લઈને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો