મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ/ 200 કરોડની જમીનનો વિવાદ, ધારાસભ્ય રમેશ ટીલાળાની બહેનને પોલીસ ઉઠાવી ગઇ

રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના ભાઈ મગન ટીલાળા વિવાદમાં આવ્યા છે. પારિવારિક જમીન વિવાદમાં BJP ધારાસભ્ય

VIDEO: રાજકોટ/ 200 કરોડની જમીનનો વિવાદ, ધારાસભ્ય રમેશ ટીલાળાની બહેનને પોલીસ ઉઠાવી ગઇ

રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના ભાઈ મગન ટીલાળા વિવાદમાં આવ્યા છે. પારિવારિક જમીન વિવાદમાં BJP  ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના સગા બહેનને પોલીસ ફાર્મ હાઉસમાંથી ઉઠાવી ગયા હતા, અને આખો દિવસ બેસાડી રાખ્યા હતા. જે બાદ ધારાસભ્ય રમેશ ટીલાળાને તેના ભાણેજે ફોન કર્યો હતો. સમગ્ર વિવાદમાં ધારાસભ્યના બહેવને ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

200 કરોડની જમીન વિવાદમાં ધારાસભ્ય આવ્યા વિવાદમાં

રાજકોટ જિલ્લાના શાપરમાં આવેલ 150 વિઘા જગ્યા કે જેની કિંમત આશરે 200 કરોડની રૂપિયા થાય છે તે સમગ્ર જમીનનો વિવાદ ગરમાયો હતો. ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેમના ભાણેજનું કોલ રેકોર્ડિંગ સમગ્ર મામલે વાયરલ થયું છે.

રમેશભાઈ ટીલાળાના સગા બહેનને પોલીસ ફાર્મ હાઉસમાંથી ઉઠાવી ગયા

બંન્ને વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સામે આવ્યું છે. ધારાસભ્ય રમેશ ટીલાળાએ તેમના ભાણેજને કહ્યું મને મેટરની કાંઈજ ખબર નથી પરંતુ હવે આ બધું પતાવો તો સારૂ. મહત્વનુ છે કે રાજકોટ જિલ્લાના શાપરમાં આવેલ 150 વિઘા જગ્યા કે જેની કિંમત આશરે 200 કરોડની રૂપિયા થાય છે તે સમગ્ર જમીનનો વિવાદ ગરમાયો છે.

રમેશ ટીલાળા અને તેમના ભાણજેનું કોલ રેકોર્ડિંગ વાયરલ

હાલ આ જગ્યા મામલે સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે છતાં પણ પોલીસે આ વિવાદમાં કોના કહેવાથી દરમ્યાનગિરી કરી તે એક સવાલ છે. સવારે 10 વાગ્યે શાપર પોલીસ સ્ટેશનના કર્મીઓએ દયાબેન ઉંધાડને તેમના ફાર્મ હાઉસથી ઉઠાવ્યા બાદ રાત્રે 9.30 વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી છોડ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ આચરતું કોલ સેન્ટર ઝડપાયું , SMCએ કરી મોટી કાર્યવાહી

ભાણેજે મામા પર લગાવ્યા આરોપ

ભાણેજે સમગ્ર વિવાદ મામલે કહ્યું કે મારી માતાને શાપર પોલીસ લઈ ગઈ હતી, મેં કહ્યું કે સીસીટીવી છે અને તપાસ કરો તમે જ ઉઠાવી ગયા છો. આ બધું કરવાવાળા  મામા (મગન ટીલાળા) છે. અમારી માંગ એ છે કે મારી માતાનો હક્ક અને હિસ્સો આપી દો. 

દયાબેન ઊંધાડે જમીનના ભાગ મામલે ગંભીર આરોપ લગાવ્યા હતા. દયાબેન ઊંધાડે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ બાપુજીની જમીનમાં ભાગ નથી આપતા. 150 વીઘા જમીનમાં 9 ભાઈ-બહેન છે.

આ સમાચાર શેર કરો