અમદાવાદ / બળાત્કારના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદની સજા
અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા સાથેના બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની

અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા સાથેના બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ આરોપીએ સગીરાને પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો બનાવી બાદમાં બ્લેકમેલ કરતો હતો.
આ આરોપી યુવક વિરુદ્ધ વર્ષ 2021માં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો. આ કેસ આજે સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી સામે આકરું વલણ દાખવતા 20 વર્ષની કેદની સજા ફટકારી છે.
જુનિયર તબીબો સાથે રેગીંગ, ચાર ડોકટર સસ્પેન્ડ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી મ્યુનિ.સંલગ્ન એક મેડીકલ કોલેજમાં તબીબી જગતને શર્મનાક કરતી ઘટના સામે આવી છે. માસ્ટર ઓફ સર્જરી વિભાગમાં અભ્યાસ કરતા ચાર રેસીડેન્ટ ડોકટરો સાથે ચાર સિનિયર ડોકટરોએ અભદ્ર વ્યવહાર કરવાની સાથે રેગીંગ કરતા મેડીકલ કોલેજ કાઉન્સીલ દ્વારા ચાર સિનિયર ડોકટરને રેગીંગના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા તબીબોમાં બે મહિલા તબીબ છે. એક તબીબને બે વર્ષ માટે, એક મહિલા તબીબને એક વર્ષ માટે જયારે અન્ય બે તબીબને 25-25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોલેજના સિનિયર તબીબો જુનિયર તબીબો તેમનુ કહયુ ના કરે તો સાત દિવસ સુધી નાહવા નહિં દેવાની સજા કરતા ઉપરાંત તને આવડતુ નથી એમ કહી એક પ્રિસ્ક્રીપ્શન સાતસો વખત લખવાની પણ ફરજ પાડવામા આવતી હતી. જમવાનુ પણ આપવામા ન આવતુ હોવાની ફરિયાદ કોલેજ કાઉન્સિલ સમક્ષ કરવામાં આવી હતી.જુનિયર તબીબોએ કોલેજ કાઉન્સિલ સમક્ષ વોટસએપ ચેટ તેમજ રેકોર્ડીંગ સહિતના અન્ય પુરાવા રજૂ કર્યા બાદ સિનિયર તબીબોના સસ્પેશનનો નિર્ણય કરાયો હતો.








