મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પીએમ મોદીનો આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં આજે પ્રંચડ પ્રચાર, શું ક્ષત્રિયોના રોષને ઠારવા કરશે અપીલ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં બે જનસભા કર

પીએમ મોદીનો આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં આજે પ્રંચડ પ્રચાર, શું ક્ષત્રિયોના રોષને ઠારવા કરશે અપીલ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં બે જનસભા કર્યા બાદ આજે દિવસભર ઝંઝાવાતી પ્રચાર કરશે. આજે પીએમ મોદી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપની ચૂંટણી સભા ગજવશે.

1લી મેના રોજ પીએમ મોદીએ ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ કર્યા

1લી મેના રોજ પીએમ મોદીએ બનાકાંઠાના ડીસામાં જનસભા સંબોધી હતી. જેમાં બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં જનસભા સંબોધી. 

મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રની 16 લોકસભા બેઠકને અસર કરશે

સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા ગજવશે. મોદીના ચૂંટણી ભાષણો ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રની 16 લોકસભા બેઠકને અસર કરશે.ચૂંટણી આચારસંહિતા હોવાથી તેમણે ગાંધીનગરમાં રાજભવનને બદલે સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતું. 

આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા ગજવશે

આજે સવારે 10 વાગ્યે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સભા સંબોધિત કરશે. સુરેન્દ્રનગરમાં બપોરે 12 વાગ્યે ત્રિમંદિર મેદાન સામે,  જૂનાગઢમાં બપોરે 2.15 વાગ્યે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં સભા અને જામનગરમાં સાંજે 4.15 વાગ્યે પ્રદર્શન મેદાન, સાત રસ્તા પાસે સભા યોજાશે. આ  બન્ને સ્થળો એવા છે જ્યાં ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શન વિશેષ પ્રમાણમાં જોવા મળ્યા છે.

(1) સુરેન્દ્રનગરથી રાજકોટ અને ભાવનગર બેઠકનો (2) જુનાગઢથી અમરેલી ,પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીનો (૩) જામનગરથી પોરબંદર વિધાનસભા પેટાચૂંટણીનો એમ સૌરાષ્ટ્રની 7 લોકસભા બેઠક અને 2 વિધાનસભા બેઠકનો ત્રણ સ્થળેથી પ્રચાર કરાશે.

આ સમાચાર શેર કરો