મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આવતીકાલે PM મોદી જામનગરની મુલાકાતે, આગમનને લઈને તંત્રએ શરૂ કરી તૈયારી

આવતીકાલે રાત્રે એટલે કે 1 માર્ચના રોજ PM મોદી જામનગર આવશે. PM મોદી જામનગરમાં રાત્રિ રોકારણ કરી શકે છે. ત્યારબાદ જામ

આવતીકાલે PM મોદી જામનગરની મુલાકાતે,  આગમનને લઈને તંત્રએ શરૂ કરી તૈયારી

 આવતીકાલે રાત્રે એટલે કે 1 માર્ચના રોજ PM મોદી જામનગર આવશે. PM મોદી જામનગરમાં રાત્રિ રોકારણ કરી શકે છે. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે.

વડાપ્રધાનના આગમનને લઈને તંત્રએ સ્વાગત માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી 

વડાપ્રધાનના આગમનને લઈને તંત્રએ સ્વાગત માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતા અહેવાલ પ્રમાણે  જામનગરના રસ્તાઓ પર રેલીંગો મૂકવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.  જો કે આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા કોઈ સતાવાર માહિતી આપવામાં આવી નથી. 

3,000 એકરમાં ફેલાયું છે વનતારા 

3,000 એકરના પ્રાણી સંગ્રહાલય વનતારાની મુલાકાત લે તેવી શક્યતા છે. ભારત સરકાર દ્વારા ગુરુવારે વંતારાને ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર, 'પ્રાણી મિત્ર' (પ્રાણીઓના મિત્ર) રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો