મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PM મોદી 16-17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીના ઉપક્રમે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 16થી 18 સપ્ટેમ્બરે ચ

PM મોદી 16-17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીના ઉપક્રમે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 16થી 18 સપ્ટેમ્બરે ચોથી ગ્લોબલ રી-ઈનવેસ્ટ રિન્યૂએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન આ સમિટનું અધ્યક્ષસ્થાન સંભાળશે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા તબક્કાના પ્રોજેક્ટનું લોકાર્પણ

વડાપ્રધાન તેમની મુલાકાત દરમ્યાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા તબક્કાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ગુજરાતને ગ્રીન એનર્જીનું હબ બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જાહેર કરવામાં આવશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી રાજ્યની તેમની પ્રથમ યાત્રા

એ ઉપરાંત ગિફ્ટ સિટીમાં પણ કાર્યક્રમો ઘડાઈ રહ્યા છે. તેમના જન્મદિન 17મી સપ્ટેમ્બરે મોદી સેવા સેતુ કાર્યક્રમ જાહેર કરશે. તેઓ પાર્ટીના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે. પીએમ મોદી ગુજરાત ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લે તેવી શક્યતા છે. આ મુલાકાત લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી રાજ્યની તેમની પ્રથમ યાત્રા

આ સમાચાર શેર કરો