VIDEO: 'બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો', જામનગરમાં PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે. PM મોદી મોડી રાત્રે જામનગર પહોંચ્યાં અને લાલબંગલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે. PM મોદી મોડી રાત્રે જામનગર પહોંચ્યાં અને લાલબંગલા પાસે લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. મોડી રાત્રે પીએમ મોદીએ અભિવાદન સમારોહમાં સંબોધન કરતા સ્થાનિક ચૂંટણીના પરિણામ અંગે કહ્યું કે, ગુજરાતીઓએ તો વિધાનસભા ચૂંટણી કરતા પણ મોટો રેકોર્ડ બનાવી દીધો.સાથે તેમણે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની 75મી વર્ષગાઠનું મહત્ત્વ જણાવતા કહ્યું હતું કે આ ક્ષણ સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે.જામનગરમાં હાલારી પાઘડી પહેરીને વડાપ્રધાને સંબોધન કર્યું હતું. જામનગરની જનસભા સ્થળે પીએમના સ્વાગતમાં વિશાળ જનમેદની ઉમટી હતી. સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, 'બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો.' હવે જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન આવતીકાલે સોમવારે સવારે સોમનાથ જશે.


