મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bharuch: નેશનલ હાઈવે 64ની દુર્દશા; 'ધારાસભ્ય બુલેટ પર આવી આમોદ ચોકડીનું નિરીક્ષણ કરે', કોંગ્રેસનો પડકાર

plight of National Highway 64; 'The MLA should come to inspect Amod Chokdi', Congress challenges | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા નેશનલ હાઈવે નંબર 64ની

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા નેશનલ હાઈવે નંબર 64ની હાલત છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર બની છે. ખાસ કરીને આમોદ ચોકડી પર રસ્તાની દુર્દશાને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ત્રસ્ત છે. આ મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર અને સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો હતો કે, હાઈવે પર પડેલા મોટા ખાડાઓ અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ થઈ રહ્યો છે. માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

નરેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ધારાસભ્ય જંબુસર તાલુકામાં બુલેટ પર સવાર થઈ વિકાસના નિરીક્ષણ માટે નીકળે છે, ત્યારે તેમને આમોદ ચોકડીની આ દુર્દશા દેખાતી નથી? તેમણે ધારાસભ્યને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, આવો અને જાતે આ રોડનું નિરીક્ષણ કરો, જો જરૂર પડે તો હું પોતે બુલેટ લઈને આવીશ અને તમને સાથે રાખીને જનતાની મુશ્કેલીઓ બતાવીશ. વિપક્ષ તરીકે અવાજ ઉઠાવવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવાનું જણાવતા તેમણે સરકારને બહેરી અને મૂંગી ગણાવી હતી. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે, સરકાર પોલીસને ભાજપનો પટ્ટો પહેરાવીને વિરોધ કરતા વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં જ વ્યસ્ત છે. જ્યારે પ્રજા પાયમાલ થઈ રહી છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં આક્રોશ વધુ તેજ બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો