સુરતમાં પ્લેક્ષપોઈન્ડિયાના રોડ શો, પ્લાસ્ટિક ઉદ્યોગના ભવિષ્યની થઈ ચર્ચા
છેલ્લી આઠ આવૃતિ સફળ રહ્યા બાદ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9મી આવૃ

છેલ્લી આઠ આવૃતિ સફળ રહ્યા બાદ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9મી આવૃતિની જાહેરાત કરવામાં આવી છે. જે સમગ્ર દેશના પ્લાસ્ટિક ઉદ્યોગો માટે અગ્રગણ્ય પ્લેટફોર્મ છે. ત્યારે પ્લેક્ષપોઈન્ડિયાના રોડ શોનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિતના આસપાસના વિસ્તારના 300 જેટલા ઉદ્યોગ જગતના માંધાતાઓ હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સહિતના ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાના અગ્રણીઓ અને પ્લાસ્ટિક ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા માલિકો અને હોદ્દેદારો સહિત પ્લેક્ષપોઈન્ડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. જેમાં તમામે ખૂબ ઉત્સાહપૂર્વક આગામી સમયમાં ઉદ્યોગ જગતના સારા ભવિષ્યની વાત કરી હતી.
સમગ્ર પ્રદર્શન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ડિસેમ્બર મહિનાની 6થી 9મી સુધી યોજાશે. 25 હજાર ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશનમાં 500થી વધુ સંસ્થાઓ હાજરી દર્શાવનાર છે ત્યારે આ પ્રદર્શનમાં સર્જનાત્મકતા, નવિનતા સહિતની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું.






