VIDEO : ભાવનગર તાજિયા ઝુલુસ કાઢવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી
ભાવનગરમાં મોહરમના તાજિયા ઝુલુસની મંજૂરી અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહ

ભાવનગરમાં મોહરમના તાજિયા ઝુલુસની મંજૂરી અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ છે. અરજદાર અજમેરી નુરમહમદે જણાવ્યું કે તેઓ વર્ષ 2005થી સતત તાજિયા ઝુલુસ કાઢતા આવ્યા છે, છતાં આ વર્ષે હજુ સુધી મંજૂરી મળી નથી. શહેરમાં કુલ 35 તાજિયા ઝુલુસ માટે અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે નોંધ્યું કે માત્ર શંકાના આધારે અરજી કરવામાં આવી છે અને કોઈ ઔપચારિક રીતે મંજૂરી નકારવામાં આવી નથી. કોર્ટે કહ્યું કે મંજૂરી ન મળે તો અરજદાર અન્ય મંજૂર ઝુલુસમાં જોડાઈ શકે છે. દરેકને મંજૂરી આપવી ફરજિયાત નથી. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય પોલીસ તંત્ર લેશે.




