મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ફરી રેગિંગનો ખૌફ: ગાયનેક વિભાગમાં નવી બેનામી ફરિયાદથી ખળભળાટ

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના રેગિંગ પ્રકરણની તપાસ હજુ ચાલુ છે, ત્યારે હવે ગાયનેક વિભાગમાં પણ રેગિંગની બેનામી ફરિયાદ સામે આવી છે. યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ પર ઈ-મેઈલ મારફતે મળેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટર્ન અને પ્રથમ વર્ષના ગાયનેક વિદ્યાર્થીઓ પાસેથી જમવાના ખર્ચના પૈસા ઉઘરાવવામાં આવે છે અને બિલ ચૂકવવામાં દબાણ કરવામાં આવે છે. આ ગંભીર ફરિયાદ બાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા વિદ્યાર્થીઓ અને ડોક્ટરોની અલગ-અલગ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ સુધી કોઈ વિદ્યાર્થીએ સત્તાવાર રીતે રેગિંગની પુષ્ટિ કરી નથી, પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો