VIDEO: સુરતમાં ઠંડીના ચમકારા વચ્ચે વહેલી સવારે લોકો ગરમ કપડાં પહેરી ગાર્ડનમાં કસરત કરતાં દેખાયા
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે એવામાં હવે ઠંડી
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે એવામાં હવે ઠંડીનો ચમકારો પણ દેખાવા માંડ્યો છે. સૂરતમાં વહેલી સવારે લોકો અલગ અલગ ગાર્ડનમાં કસરત કરતાં નજરે પડી રહ્યા છે. મહિલાઓ અને વૃદ્ધો પણ વહેલી સવારે કસરત કરવા માટે અહીં આવતા હોય છે. ઉધના ઝાંસીકી ગાર્ડનમાં આપડે જોઈ શકીએ છીએ કે લોકો પોતાના સ્વાસ્થ્યની કેટલા કાળજી લઈ રહ્યા છે અને રોજ અહીં કસરત કરવા માટે આવી રહ્યા છે. લોકો સવારમાં ઠંડીથી બચવા માટે સ્વેટર, ટોપી, અને અન્ય ગરમ વસ્ત્રો પણ પહેરીને આવતા જોવા મળે છે.




