VIDEO: પાવીજેતપુરની બેંકમાં લાગી લોકોની લાઈનો, દૂધના રૂપિયા મેળવવામાં હાલાકી
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પશુમાલિકો બરોડા ડેરીમાં દૂધ ભરે છે. તે દૂધના નાણાની ચૂકવણી બરોડા ડેરી દ્વારા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પશુમાલિકો બરોડા ડેરીમાં દૂધ ભરે છે. તે દૂધના નાણાની ચૂકવણી બરોડા ડેરી દ્વારા ધી બરોડા સેન્ટ્રલ કો ઓપ બેન્ક દ્વારા પશુ માલિકોને નાણા ચૂકવવામાં આવતા હોવાથી લાઇનો લાગે છે. જેની સામે બેંકની જગ્યા નાની છે. બરોડા ડેરી દ્વારા દૂધ ભરતા પશુમાલિકોને અલગ અલગ બેંકોમાં અથવા તો સ્થાનિક કક્ષાએ આવેલી દૂધ મંડળીઓને નાણા સીધા આપે તો રાહત થાય તેમ છે. બરોડા ડેરીના અંધેર વહીવટના કારણે પશુમાલિકો હેરાન થઈ રહ્યા છે. ગામડાઓમાં અલગ અલગ બેંકો આવેલી છે. શાખાઓ આવેલી છે. તે બેંકોમાં નાણા આપવાની જગ્યાએ તાલુકામાં એક જ બેન્ક હોવા છતાંય તે જ બેંકમાં નાણા બરોડા ડેરી દ્વારા ફાળવવામાં આવતા હોવાથી પશુમાલિકોને નાણાં લેવા માટે તાલુકા મથક ધી બરોડા સેન્ટ્રલ કો ઓપ બેન્કમાં ભાડું ખર્ચીને આવવું પડે છે.


