VIDEO:માનસિક મુશ્કેલીમાં લોકોને મળશે સહારો, રાજકોટ ગ્રામ્ય પોલીસે શરૂ કર્યું ‘પ્રેરણા’ કેન્દ્ર
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા માનસિક તણાવગ્રસ્ત લોકો માટે "પ્રેરણા


રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા માનસિક તણાવગ્રસ્ત લોકો માટે "પ્રેરણા - નવા જીવનની" પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. રેન્જ આઇજી નિર્લિપ્ત રાયના હસ્તે એસપી કચેરી ખાતે આ કાઉન્સિલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના આ હકારાત્મક અભિગમને સાકાર કરવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના નિષ્ણાત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સેવા આપશે. આ કેન્દ્ર દ્વારા જેતપુર, ગોંડલ, જસદણ સહિતના સમગ્ર જિલ્લાના આત્મહત્યાના વિચારો ધરાવતા તેમજ ઘરેલું પ્રશ્નોથી પીડાતા લોકોને યોગ્ય માર્ગદર્શન મળશે. ડો. યોગેશ જોગસણ અને ડો. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ ચાલનારા આ પ્રોજેક્ટનો લાભ લેવા પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે




