મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ત્રીજીવાર એક જ જગ્યાએ ચોરી કરવા આવેલા તસ્કરને લોકોએ પકડીને થાંભલે બાંધી દીધો, જુઓ પછી શું થયું

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે ભેસ્તાન વિસ

સુરતમાં ત્રીજીવાર એક જ જગ્યાએ ચોરી કરવા આવેલા તસ્કરને લોકોએ પકડીને થાંભલે બાંધી દીધો, જુઓ પછી શું થયું

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો. તસ્કર ઝડપાઈ જતા તેને થાંભલા સાથે બાંધી દીધો હતો. લોકોએ 100 નંબરમાં કોલ કરીને ચોરને પોલીસને સોંપી દીધો હતો.

ત્રીજી વાર આવ્યો ને ઝડપાયો

ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે. જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે. થોડાક દિવસથી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા હતા. દરમિયાન ગતરોજ એક ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો અને ત્યારબાદ ફાયરના અલગ-અલગ રહેલા ઈક્વિપમેન્ટ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન તેને લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને થાંભલા સાથે દોરીથી બાંધી દેવામાં આવ્યો હતો.

થાંભલા સાંથે બાંધી દેવાયો

આ ચોર અગાઉ બે વાર ચોરી કરી ચૂક્યો છે અને આ ત્રીજી વાર ચોરી કરવા આવતા ઝડપાઈ ગયો હતો. જેને લોકોએ માર મારીને થાંભલે બાંધી દીધો હતો. ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ સો નંબરમાં કોલ કરી ભેસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો. ચોર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો