મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: જસદણની હોસ્પિટલ સામે મૂકેલા રાહદારીઓના બાંકડા રાતોરાત ગાયબ, CCTV વાયરલ

Rajkot news: જસદણ શહેરમાં માંડવરાય હોસ્પિટલની સામે નગરપાલિકા દ્

Rajkot news: જસદણની હોસ્પિટલ સામે મૂકેલા રાહદારીઓના બાંકડા રાતોરાત ગાયબ, CCTV વાયરલ

Rajkot news: જસદણ શહેરમાં માંડવરાય હોસ્પિટલની સામે નગરપાલિકા દ્વારા રાહદારીઓ અને હોસ્પિટલ મુલાકાતીઓની સુવિધા માટે લગાવવામાં આવેલા બેસવાના બાંકડાઓની ચોરીની ઘટનાએ શહેરમાં હડકંપ મચાવ્યો છે. ગત તા.18 એપ્રિલની રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં ચાર જેટલા અજાણ્યા શખ્સો છકડો રિક્ષામાં આવીને ચોરીને અંજામ આપતા જોવા મળ્યા હતા. આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા અને નગરપાલિકાની દેખરેખ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સીસીટીવી ફૂટેજ અનુસાર, ગત તા.18 એપ્રિલની રાત્રે 10 વાગ્યાની આસપાસ એક છકડો રિક્ષા શહેરની માંડવરાય હોસ્પિટલની સામે આવી ઉભી રહી હતી. ફૂટેજમાં ચાર જેટલા અજાણ્યા શખ્સ રિક્ષામાંથી ઉતરીને ઝડપથી નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા પાંચ જેટલા સિમેન્ટના બાંકડા ઉઠાવી રિક્ષામાં ભરતા દેખાયા હતા.

આ પછી તેઓ ઝડપથી રાતના અંધકારમાં નાસી ગયા હતા. આ ઘટના રૂબરૂ કોઈએ જોઈ ન હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હોસ્પિટલની નજીકના સીસીટીવી કેમેરાએ આ ગુનાને સંપૂર્ણ રીતે રેકોર્ડ કર્યો હતો. આ બાંકડા રાહદારીઓ, ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓ માટે ખૂબ જ ઉપયોગી હતા. આ સ્થળે રોજ ઘણા લોકો આરામ કરવા અને રાહ જોવા માટે આ બાંકડાનો ઉપયોગ કરતા હતા.

ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવાયું જસદણ પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં સીસીટીવી ફૂટેજમાં ચાર અજાણ્યા શખ્સ, રિક્ષા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, રિક્ષાના નંબરની ઓળખ અને આરોપીઓની શોધ માટે ફૂટેજનું વિશ્લેષણ કરાઇ રહ્યું છે. વધુમાં નજીકના વિસ્તારોમાં રિક્ષા ચાલકોની પૂછપરછ શરૂ કરાઇ છે, આ ચોરી સિમેન્ટના બાંકડા ભંગારમાં વેચવાના ઈરાદે કે અન્ય હેતુ માટે કરવામાં આવી હોઈ શકે છે. હાલ આ ઘટનાએ નાગરિકોમાં અસંતોષ ફેલાવ્યો છે. આ ઘટનાના પગલે હોસ્પિટલની નજીકના રહેવાસીઓ, દુકાનદારોએ રાત્રિના પેટ્રોલિંગ વધારવાની, વધુ સીસીટીવી લગાવવાની માંગ કરી છે. આ ઘટના બાદ નગરપાલિકા, પોલીસ પર દબાણ વધ્યું છે કે આરોપીઓને ઝડપી પાડે, જાહેર સંપત્તિની સુરક્ષા માટે પગલાં લે.

આ સમાચાર શેર કરો