સુરતના અડાજણમાં દર્દીઓને મળશે સુવિધા, કાર્ડિયાક સહિતની બીમારીની એક જ છત નીચે અપાશે સેવા
સુરતના અડાજણ ખાતે ૧૨૦ પથારી ધરાવતી નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલનું જલ મંત

સુરતના અડાજણ ખાતે ૧૨૦ પથારી ધરાવતી નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલનું જલ મંત્રી સી. આર. પાટીલના હસ્તે ઉદઘાટન રાખવામાં આવ્યું છે. આ હોસ્પીટલ વિષે માહીતી આપતા ચેરમેન ડો. નિર્મલ ચોરારીયાએ કહ્યું કે લગભગ ૪૨ વર્ષ પહેલા ૯ બેડ થી શરુઆત કરનાર નિર્મલ હોસ્પીટલ વિશાળ વટવૃક્ષ બની ગઈ છે.
આ હોસ્પીટલમાં ૧૨૦ બેડની સુવિધાઓ સાથે ૪ અતિઆધુનિક મોડયુલર ઓપરેશન થિયેટરો છે. આ હોસ્પીટલમા હૃદય વિભાગમાં કેથ લેબ દ્વારા હૃદયને લગતી કોઈ પણ બિમારીની સારવાર આપી શકાશે તથા હૃદયને લગતા ઓપેરેશનો કરવામાં આવશે. આ ઉપરાંત હાડકાં વિભાગ અને સાંધા બદલવાની સર્જરી, પેટ તથા આંતરડાના રોગોને લગતી સારવાર તથા ઓપરેશનો, મગજના રોગોનો વિભાગ અને તેના ઓપરેશનો, કિડની વિભાગ અને તેના લગતા ઓપરેશનો, લેપરોસ્કોપીક સર્જરી, જનરલ સર્જરી, કેન્સર વિભાગ, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકટીવ સર્જરી તથા ક્રિટિકલ અને ટ્રોમા કેર વિભાગ, દાંત વિભાગ, રિહેબિલિટેશન, ફિઝીઓથેરાપી તથા હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ રહેશે.
હોસ્પિટલની સુવિધાઓ વિષે ડો. નિર્મલ ચોરારીયાએ કહ્યું કે ૧.૫ ટેસલા એમઆરઆઈ, ૧૨૮ સલાઇસ સીટી સ્કેન, મેમોગ્રાફી, ડીજીટલ એક્ષ-રે, સોનોગ્રાફી, ટીએમટી એકોકાર્ડિઓગ્રાફી તેમજ ૨૪ કલાક કાર્યરત દવાની દુકાન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ અને ક્રિટિકલ કેરની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.






