સુરેન્દ્રનગરમાં પણ ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટના, PMJAY યોજના અંતર્ગત હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ દર્દીનું મોત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. ત્યારે હ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. ત્યારે હવે સુરેન્દ્રનગરની એક હોસ્પિટલ ચર્ચાંમાં આવી છે. સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજે યોજના PMJAY અતંર્ગત હૃદયનું ઓપરેશન કરાયા બાદ દર્દીનું મોત થતા હોબાળો થયો છે. વઢવાણના દર્દીનું હૃદયનું બાયપાસ કરવામાં આવ્યું હતું.
ખ્યાતિકાંડમાં દર્દીઓના થયા હતા મોત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દર્દીઓના મોત નિપજ્યા હતા, 5થી વધુ આરોપીઓની પોલીસે આ મામલે ધરપકડ પણ કરી છે.
દર્દી ઓપરેશનમાં ગયો તે પહેલા તે પરિવારના સભ્યોને હાથ મળાવીને અંદર ગયો
દર્દી ઓપરેશનમાં ગયો તે પહેલા તે પરિવારના સભ્યોને હાથ મળાવીને અંદર ગયો હતો, પરંતુ એપરેશન બાદ દર્દીનું મોત થયું છે.
આ પણ વાંચો: આણંદની પરિણીતા પર દુષ્કર્મનો મામલો:ફરાર BJPનો વોર્ડ કાઉન્સિલર 15 દિવસ બાદ ઝડપાયો
પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતા મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે. સુરેન્દ્રનગરમાં પણ હવે ખ્યાતિકાંડ જેવો ઘાટ મેડિકલ કોલેજમાં સર્જાઈ તે પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.






