મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છની જી કે જનરલ હોસ્પિટલમાં દર્દી પર જીવલેણ હુમલો, મેનેજમેન્ટની ચુપ્પી

કચ્છમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં દર્દી પર હોસ્પિટલમાં જ જાન લેવા હુમલો થયો હોવાની ઘટના સામે આ

કચ્છની જી કે જનરલ હોસ્પિટલમાં દર્દી પર જીવલેણ હુમલો, મેનેજમેન્ટની ચુપ્પી

કચ્છમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં દર્દી પર હોસ્પિટલમાં જ જાન લેવા હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી સ્થિતિને જોઈ કચ્છ કલેકટરનું હથિયારબંધી જાહેરનામું માત્ર કાગળ પર જ હોય તેમ વર્તાઈ રહ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદની લોખંડવાલા હોસ્પિટલમાં દર્દીના સગાંએ ડોક્ટર પર કર્યો છરી વડે હુમલો

કચ્છ જિલ્લામાં ભુજની અદાણી મેનેજમેન્ટ સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં દર્દી પર જાન લેવા હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં એક શખ્સે ધારધાર હથિયાર વડે દર્દી પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. દર્દીને બચાવવા જતા સેક્યુરિટી ગાર્ડ પર પણ આ શખ્સે હુમલો કર્યો હતો. જી કે જનરલ હોસ્પિટલમાં લોકોની સુરક્ષા લઈને સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને મુદ્દે હોસ્પિટલ મેનેજમેન્ટે મૌન સેવી લીધું છે.

આ સમાચાર શેર કરો