Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Wasmo's assistant engineer caught taking a bribe of Rs. 1 lakh

પાટણ: વાસ્મોનો આસિસ્ટન્ટ એન્જીનિયર એક લાખની લાંચ લેતા ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પાટણ: વાસ્મોનો આસિસ્ટન્ટ એન્જીનિયર એક લાખની લાંચ લેતા ઝડપાયો

પાટણમાં વાસ્મોની ઓફિસમાં ACBએ ટ્રેપ ગોઠવી લાંચ લેતા આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જીનિયરને ઝડપી પાડ્યો છે. પાણી પુરવઠા કચેરીમાં આવેલી વાસ્મોની ઓફિસમાં આઉટ સોર્સીગથી કામ કરતો એક કર્મચારી ACBની ટ્રેપમાં ફસાયો હતો. આ કર્મચારીએ પાણી પુરવઠાની પાઇપલાઇન માટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

App Store

પાટણમાં એક લાખની લાંચ માગનાર કર્મચારી ઝડપાયો

પાટણમાં પાણી પુરવઠા કચેરીમાં આવેલી વાસ્મોની ઓફિસમાં આઉટ સોર્સીંગથી કામ કરતા એક કર્મચારીએ સમીમાં જળ સે જલ યોજનામાં પાણીની પાઇપલાઇન નાખવા બાબતે લાંચ માંગી હતી. આક્ષેપીતે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરવામાં આવતા પાટણ ACBનો સંપર્ક કર્યો હતો.

ACBની ટીમે વાસ્મોની ઓફિસમાં ટ્રેપ ગોઠવી હતી અને આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જીનિયર રવિ એસ દરજી એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.