Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Gang arrested for demanding ransom by threatening to fire on builder in Radhanpur

 VIDEO: રાધનપુરમાં બિલ્ડર પર ફાયરિંગની ધમકી આપી ખંડણી માંગનાર ગેંગ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: પાટણ જિલ્લાના રાધનપુરમાં એક જાણીતા બિલ્ડર અને તેમના કુટુંબી ભાઈ પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. રૂપિયા 50 લાખની મસમોટી ખંડણી ન આપવા બદલ એક ગેંગ દ્વારા આ હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

App Store

ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, રાધનપુર-મહેસાણા હાઈવે પર આવેલી પ્રિન્સ હોટલ બહાર રાત્રિના સમયે બિલ્ડર અને તેમના કાકાના દીકરા તાપણું કરીને બેઠા હતા. આ દરમિયાન અચાનક એક સફેદ ઇનોવા કારમાં સવાર થઈને આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ બિલ્ડર પાસે રૂપિયા 50 લાખની ખંડણીની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તો ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે.

પોલીસની ત્વરિત કાર્યવાહી આ ઘટનાની જાણ થતા જ રાધનપુર પોલીસે તાત્કાલિક ધોરણે FIR નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

કોની સામે નોંધાઈ FIR? 
પોલીસે પાંચ નામજોગ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં: 1. ભરતભાઈ સુખાભાઈ રબારી 2. હરિભાઈ સુખાભાઈ રબારી 3. અમરતભાઈ વાસીભાઈ રબારી 4. લાલાભાઈ જેસંગભાઈ રબારી 5. બળદેવભાઈ વિરમભાઈ રબારીનો સમાવેશ થાય છે.