Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: 18 people arrested for creating public riot in Chansma,

VIDEO: ચાણસ્મામાં જાહેરમાં હુલ્લડ મચાવનાર 18 શખ્સો ઝડપાયા, પોલીસ આજે કરશે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે ગત 15 માર્ચની રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ગામના એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા હથિયારધારી શખ્સોએ હુમલો કરી તોડફોડ મચાવી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે ગુનો નોંધી 18 શખ્સોની ધરપકડ કરી છે.

App Store

ફરજમાં બેદરકારી બદલ PI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ

જ્યારે ફરજમાં બેદરકારી બદલ PI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ઝીલીયા ગામે નિર્માણ પામનાર રામાપીરના મંદિરના ફાળા ઉઘરાવવા બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભા (મુડેઠા) વચ્ચે મનદુઃખ થયું હતું.

પકડાયેલ હુમલાખોરોને ઘટના સ્થળ પર લઈ જઈને આજે રિકન્સ્ટ્રકસન  કરાશે

આ અદાવત રાખીને 15 માર્ચની મધરાત્રે આશરે 11:45 વાગ્યે 8 જેટલી ગાડીઓમાં સવાર થઈને આવેલા શખસો ફાર્મ હાઉસ પર હુલ્લડ મચાવ્યું હતું.હુમલામાં સંડોવાયેલ 18 જેટલાં હુમલાખોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ હુમલાખોરોને ઘટના સ્થળ પર લઈ જઈને આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે.