VIDEO: સાંતલપુર અને રાધનપુર તાલુકામાં 16 ઈંચ વરસાદથી જળબંબાકાર, તંત્ર એલર્ટ મોડમાં
સોર્સ : GSTV
VIDEO: ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ 36 કલાકથી સતત સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સાંતલપુર તેમજ રાધનપુર તાલુકામાં છેલ્લા 36 કલાકથી 16 ઈંચ વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેના લીધે વહીવટી તંત્ર પણ બચાવ કામગીરી માટે એલર્ટ મોડ ઉપર આવ્યું છે.
પાટણ જિલ્લા વહીવટી ટીમ જે જગ્યાએ લોકો ફસાયેલા છે ત્યાં પહોંચી ગઈ હતી અને આવા લોકોને અત્યારે હાલ ખાવા-પીવાની મુશ્કેલી પડી રહી છે. જેથી વર્ષ-2017માં જે સ્થિતિ હતી એના 7 વર્ષ પછી ફરીથી એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે.લોકોને 2017ની યાદ આવી ગઈ હતી.હાલ તો સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.બીજી બાજું બચાવ કામગીરી પણ હવે યુદ્વના ધોરણે શરૂ થઈ છે.

