Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : The tantrik raped her on the pretext of putting a thread

સિદ્ધપુર: 'તંત્ર- વિધી તો કરવી જ પડશે', ધાગા કરાવવાને બહાને તાંત્રિકે યુવતી પર આચર્યું દુષ્કર્મ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2024
લાઇવ ટીવીGoogle News
સિદ્ધપુર: 'તંત્ર- વિધી તો કરવી જ પડશે', ધાગા કરાવવાને બહાને તાંત્રિકે યુવતી પર આચર્યું દુષ્કર્મ

રાજ્યના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સિદ્ધપુરમાં તાંત્રિક વિધીના નામે યુવતીને લલચાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સિદ્ધપુરના વાધણા ગામના તાંત્રિકની સામે ફરિયાદ નોંધવમાં આવી છે. તાંત્રિકે વિધીના નામે અલગ અલગ સ્થળ પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

App Store

તાંત્રિકની ઓળખ ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ પઠાણ તરીકે થઈ

તાંત્રિકની ઓળખ ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ પઠાણ તરીકે થઈ છે. યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો તમારા ઘરમાં કઈ છે તે માટે મંત્ર અને ધાગા કરવા પડશે.

મંત્ર ધાગાના બહાને યુવતી પર નરાધમ તાંત્રિકે વારંવાર દુષ્કર્મ આચર્યું

મંત્ર ધાગાના બહાને યુવતી પર નરાધમ તાંત્રિકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલો સિદ્ધપુરના કાકોશી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી છે.