Video/ સામાજિક બંધારણ સર્વોપરી! Patanમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને ફટકારાયો દંડ
સોર્સ : gstv
પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરના પુત્રના લગ્ન પ્રસંગે સામાજિક નિયમોના ઉલ્લંઘનનો મામલો ગરમાયો છે. 21 ફેબ્રુઆરીએ યોજાયેલા લગ્ન પ્રસંગના ભોજન સમારંભમાં ઠાકોર સમાજના બંધારણના નિયમોનો ભંગ થયો હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.
આ મામલે હારીજ ખાતે ઠાકોર સમાજની બંધારણ સમિતિની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે, સમાજના નિયમોના ભંગ બદલ પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરને ₹1.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકીય ક્ષેત્રે મોટું કદ ધરાવતા નેતા સામે સામાજિક સમિતિએ આકરી કાર્યવાહી કરતા સમગ્ર જિલ્લામાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

