Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Patan news: SOG team nabs two accused with drugs worth lakhs and other items

Patan news: SOGની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને દબોચ્યા

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Patan news: SOGની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને દબોચ્યા
સોર્સ : gstv

ગુજરાતના પાટણમાંથી ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે પાટણ શહેરમાં નશાના કારોબાર સામે એસ.ઓ.જી ટીમે લાલ આંખ કરી છે. બાતમીના આધારે પાટણ નજીક રૂની ગામે વોચ ગોઠવીને પોલીસે બાઈક પર પસાર થતા બે શખ્સોને આંતર્યા હતા. તપાસ દરમિયાન સીતાપુરથી લાવવામાં આવતો 3 કિલો અને 4 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

App Store

જીગ્નેશ રજનીકાંત પરમાર અને નરેશ સવજીભાઈ સોલંકી તરીકે થઈ

પકડાયેલા આરોપીઓની ઓળખ જીગ્નેશ રજનીકાંત પરમાર અને નરેશ સવજીભાઈ સોલંકી તરીકે થઈ છે. પોલીસે 1.50 લાખની કિંમતનો ગાંજો, બાઈક અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ માટે તેમને બાલીસણા પોલીસને સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ટોપિક્સ:drugsgstvgujaratsogpolice