Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Patan/ Fake doctor exposed, fake doctor caught with medical equipment from Varahi

Patan/ બોગસ તબીબનો પર્દાફાશ, વારાહીમાંથી નકલી ડોક્ટરને મેડિકલ સાધનો સાથે દબોચ્યો

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Patan/ બોગસ તબીબનો પર્દાફાશ, વારાહીમાંથી નકલી ડોક્ટરને મેડિકલ સાધનો સાથે દબોચ્યો
સોર્સ : gstv

પાટણ જિલ્લામાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા વધુ એક બોગસ તબીબનો એસ.ઓ.જી (SOG) પોલીસે પર્દાફાશ કર્યો છે. વારાહી તાલુકાના કોરડા ગામે છાપો મારી પોલીસે એક શખ્સને તબીબી સાધનો અને દવાઓના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

App Store

SOG પોલીસની સફળ કામગીરી

પાટણ SOG પોલીસને મળેલી બાતમીના આધારે કોરડા ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જગદીશગીરી ગૌસ્વામી નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ખોલીને લોકોની સારવાર કરતો મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે આ બોગસ તબીબ લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.

મુદ્દામાલ કબજે અને કાયદેસરની કાર્યવાહી

પોલીસે સ્થળ પરથી સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન અને વિવિધ દવાઓ સહિત કુલ રૂપિયા 25,114 નો મેડિકલ સામાન કબજે કર્યો છે. આ મામલે વારાહી પોલીસ મથકે જગદીશગીરી ગૌસ્વામી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.