Video: પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં ફૂડ વિભાગની રાત્રિ તપાસ

પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં ખાદ્યચીજવસ્તુઓ વેચતા એકમોમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન સઘન તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન 10 કિલો રંગયુક્ત મંચુરિયન, 15 કિલો રંગયુક્ત ચટણી અને 7 લિટર બિનઉપયોગી તેલ સહિત અંદાજે 5,500ની બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓનો નાશ કરાયો હતો. મેળામાં નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્યસામગ્રી મળી રહે તથા ખાદ્યસલામતીના નિયમોનું પાલન થાય તે હેતુથી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી
જાહેરાત














