VIDEO: પાટણમાં ફાયરિંગ-હત્યાના કેસમાં ચાર શખ્સોની ધરપકડ, આરોપીઓનું કરાયું રિકન્સ્ટ્રક્શન
સોર્સ : GSTV
પાટણના નીલમ સિનેમા પાસે ધોળા દિવસે થયેલા ફાયરિંગ અને હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પાટણ પોલીસે માત્ર 72 કલાકમાં ઝહીર ઉર્ફે ખોખરો, સાહિદ, ઇમરાન અને એજાજ ઉર્ફે વેતીયા નામના ચાર કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ધરપકડ બાદ પોલીસે ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

