Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Food Department seals two godowns with suspicious quantities of ghee and oil in Hansapur

પાટણ: હાંસાપુરમાં શંકાસ્પદ ઘી અને તેલના જથ્થાના બે ગોડાઉન ફૂડ વિભાગે કર્યા સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2025
લાઇવ ટીવીGoogle News
પાટણ: હાંસાપુરમાં  શંકાસ્પદ ઘી અને તેલના જથ્થાના બે ગોડાઉન ફૂડ વિભાગે કર્યા સીલ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં ફરીથી શંકાસ્પદ ઘી, તેલ મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે.  ફૂડ વિભાગે પાટણમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. પાટણમાં  હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટમાં દરોડા પાડ્યા છે.

App Store

બે ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બની રહ્યું છેની મળી હતી બાતમી

વિભાગને બાતમી મળી હતી કે આ એસ્ટેટના આવેલા બે ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બની રહ્યું છે. ફૂડ વિભાગે બાતમીના  આધારે ગોડાઉન પર દરોડા પાડ્યા હતા, જો કે તપાસ દરમિયાન બન્ને બંધ હાલતમાં મળ્યા હતા. 

ગોડાઉન નંબર 21 અને B1ને સીલ કર્યું

ફૂડ વિભાગે પાર્થ એસ્ટેટમાં આવેલા ગોડાઉન નંબર 21 અને B1ને સીલ કર્યું છે. ફૂડ વિભાગે પોલીસને જાણ કરી હતી.  પાટણ ફૂડ વિભાગે શંકાસ્પદ ઘી, બટર, તેલના  જથ્થાના બે ગોડાઉનને હાલ સીલ કર્યા છે. જ્યારે પોલીસ તંત્રમાં ગોડાઉનનું નિરક્ષણ કરીને ખોલવામાં આવશે ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે.