Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Bulldozer turns on Bhavesh Rabari's luxurious house

VIDEO: Patan / તંંત્રની મોટી કાર્યવાહી; ભાવેશ રબારીના આલીશાન મકાન પર બુલડોઝર ફરી વળ્યું

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યમાં ગેરકાયદે બાંધકામ અને અસામાજિક તત્વો સામે તંત્ર દ્વારા ચાલી રહેલી 'બુલડોઝર કામગીરી' અંતર્ગત આજે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયની રાહ જોયા બાદ, આખરે ભાવેશ રબારીના રહેણાંક મકાન પર તંત્રનું જેસીબી (JCB) ફરી વળ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દાદાના બુલડોઝરે મકાન તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભાવેશ રબારીનું આ મકાન તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ અને બે માળનું આલીશાન મકાન હતું. તંત્ર દ્વારા મકાન ખાલી કરાવ્યા બાદ જેસીબીની મદદથી તેને જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 

App Store

નોંધનીય છે કે, પાટણના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે સરકારી તંત્ર દ્વારા બીજા દિવસે પણ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. 'સ્ટેટ ઓફ રામાધણી' મિલકત પર થયેલા ગેરકાયદે દબાણોને જેસીબી  મશીન દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. જેમાં શેડ અને ફ્લોરિંગના બાંધકામોનો સમાવેશ થાય છે.