Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : bit.ly/Ziliya-Case-Patan

VIDEO/Patan પોલીસે ઝીલિયા હુમલાના 18 આરોપીઓનો જાહેરમાં કાઢ્યો વરઘોડો, રસ્તા પર જ ભણાવ્યા કાયદાના પાઠ!

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે થયેલા હુમલાની ચકચારી ઘટનામાં પોલીસે આખરે આકરી કાર્યવાહી કરી ગુનેગારોમાં ફાળ પાડી દીધી છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે તમામ 18 આરોપીઓને ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.

App Store

ઝીલિયા હુમલાનો મામલો અને પોલીસ એક્શન
ઝીલિયા ગામે બનેલી હિંસક ઘટના બાદ પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે હુમલામાં સંડોવાયેલા 18 જેટલા શખ્સોને દબોચી લીધા હતા. આરોપીઓને પકડ્યા બાદ પોલીસે માત્ર જેલના સળિયા પાછળ ધકેલવાને બદલે સમાજમાં દાખલો બેસાડવા માટે ખાસ વ્યૂહરચના અપનાવી હતી.આ સમગ્ર ઘટનાના અગાઉ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

જાહેરમાં 'મેથીપાક' અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન
પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલા તમામ હુમલાખોરોને ચાણસ્મા અને ઝીલિયા ગામની બજારોમાં લઈ જઈ તેમનું સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન ઘટનાસ્થળે ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. જે સ્થળે આરોપીઓએ કાયદો હાથમાં લીધો હતો, ત્યાં જ પોલીસે તેમને જાહેરમાં 'મેથીપાક' ચખાડી કાયદાના પાઠ ભણાવ્યા હતા. રસ્તા પર નીકળેલા આરોપીઓના આ વરઘોડાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.