Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : A man was caught with fake currency notes worth Rs 5.78 lakh

Patan news: 5.78 લાખની નકલી ચલણી નોટ સાથે એક શખ્સ પકડાયો, કાત્યોકના મેળામાં ચલણમાં આવતા પોલીસ થઈ હતી એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Patan news: 5.78 લાખની નકલી ચલણી નોટ સાથે એક શખ્સ પકડાયો, કાત્યોકના મેળામાં ચલણમાં આવતા પોલીસ થઈ હતી એલર્ટ
સોર્સ : GSTV

કાત્યોકના મેળામાં નકલી ચલણી નોટો ફરતી થતા પાટણ એલસીબીએ સિદ્ધપુરથી નકલી ચલણી નોટના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 5.78 લાખની નકલી ચલણી નોટ સાથે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે. 

App Store

નોટો છાપવા માટેની સામગ્રી પણ જપ્ત

પાટણ એલસીબીએ સિદ્ધપુરથી નકલી ચલણી નોટના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. LCB એ 5 લાખ 78 હજારથી વધુની કિંમતની નકલી ચલણી નોટ જપ્ત કરી છે, જેમાં 500, 100 અને 20 રૂપિયાના દરની નકલી નોટનો સમાવેશ થાય છે. આ સાથે એક આરોપીને પણ ઝડપાયો છે. ટીમે નકલી નોટો છાપવા માટે પાવડર, કાગળ, પ્રિન્ટર, સ્કેનર, સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. કાત્યોકના મેળામાં નકલી ચલણી નોટો ફરતી થતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી.