મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં સુરેશ ઠાકોર-શિલ્પા ઠાકોર વધુ 4 દિવસના રિમાન્ડ પર

Patan Child Selling Scam : પાટણ જિલ્લાના રાધનપુરમાં બાળક વેચવા

પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં સુરેશ ઠાકોર-શિલ્પા ઠાકોર વધુ 4 દિવસના રિમાન્ડ પર

Patan Child Selling Scam  : પાટણ જિલ્લાના રાધનપુરમાં બાળક વેચવાના કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને નર્સ શિલ્પા ઠાકોરના રિમાન્ડ પુરા થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં સરકારી વકીલે વધુ તપાસ અર્થે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

વધુ રિમાન્ડ માટે સરકારી વકીલે કરેલી દલીલો 

  1. આરોપીએ ફરિયાદીને જન્મનું પ્રમાણપત્ર આપ્યું હતું તે પ્રમાણપત્રની ફિઝિકલ કોપી કઈ હોસ્પિટલની હતી?
  2. બાળકના ફિઝિકલ જન્મના પ્રમાણપત્રમાં રાધનપુરની એક હોસ્પિટલના ડોક્ટરની સહી નથી, છતાં  રાધનપુર નગરપાલિકામાંથી જન્મનું પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવ્યું છે તેની તપાસ. 
  3.  રાધનપુર નગરપાલિકામાંથી આ જન્મનું પ્રમાણપત્ર કોના મારફતે, કેવી રીતે અને સામેવાળી વ્યક્તિને કેટલો આર્થિક લાભ આપીને મેળવ્યું તે અંગેન ઈ તપાસ 

આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ

પાટણ જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાંમાં ચકચાર મચાવનાર બાળક વેચવાના આ કૌભાંડમાં અત્યાર સુધીમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર, નર્સ શિલ્પા ઠાકોર, થરાની સંસ્કાર હોસ્પિટલનો કમ્પાઉન્ડર  રૂપસિંહ ઠાકોર,  નરેશ રબારી અને ધીરેન ઠાકોર આ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

7 લાખમાં બાળકીનો સોદો કર્યાની કબૂલાત 

નકલી ડોક્ટર શિલ્પા સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે 3  દિવસના રિમાન્ડ દરમિયાન વધુ એક બાળકીનો 7 લાખ રૂપિયાનો સોદો કર્યો હોવાની કબૂલાત કરી હતી. આ બાળકી તેમને થરાની સંસ્કાર હોસ્પિટલના કમ્પાઉન્ડર રૂપસિંહ ઠાકોર પાસેથી મેળવ્યું હતું. જો કે આ બાળકી મૃત્યુ પામતા આરોપીઓએ નદીના પટમાં બાળકીને દાટી દીધી હોવાનું કબૂલાત કરી હતી. 

આ સમાચાર શેર કરો