પાટણ: જિલ્લાના 441 કર્મચારીઓને ચાર્જશીટ ફટકારવામાં આવી, સરકારે આરોગ્ય કર્મીઓ સામે શિક્ષાત્મક દંડો ઉગામ્યો
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી આરોગ્યકર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, ત્યારે આ વચ્ચે પાટણ જિ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી આરોગ્યકર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, ત્યારે આ વચ્ચે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા આરોગ્યકર્મીઓ સામે સરકારે શિક્ષાત્મક દંડો ઉગામ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે છેલ્લા દસ દિવસથી આંદોલન તેમજ ધરણા વિરોધ કરતા કર્મચારીઓ સામે સખ્ત પગલાં ભર્યા છે.
પાટણ જિલ્લાના 441 કર્મચારીઓને ચાર્જશીટ ફટકારવામાં આવી
પાટણ જિલ્લાના 441 કર્મચારીઓને ચાર્જશીટ ફટકારવામાં આવી છે.આ મામલે અગાઉ બે વખત નોટિસ પણ ફટકારવામાં આવી છે. હાલ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ગાંધનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પાટણ જિલ્લામાં 650 કર્મચારીઓમાંથી 159 કર્મીઓ હાજર
આંદોલન કરી રહેલા કર્મચારીઓ ને સેવા સર્વિસ અંતર્ગત પંચાયત ધારા ના નિયમ હેઠળ ચાર્જશીટ ફટકારવામાં આવી છે. પાટણ જિલ્લામાં 650 કર્મચારીઓમાંથી 159 કર્મીઓ હાજર થયા છે.






