મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: સમી તાલુકામાંથી બોગસ ડોક્ટરો ઝડપાયા, લાખોની દવાઓ SOGએ કરી જપ્ત

રાજ્યમાંથી બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. પ્રાથમિક માહિતી અનુસાર પાટણ જિલ્લામાં ફરી એક વખત બોગસ ત

પાટણ: સમી તાલુકામાંથી બોગસ ડોક્ટરો ઝડપાયા, લાખોની દવાઓ SOGએ કરી જપ્ત

રાજ્યમાંથી બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. પ્રાથમિક માહિતી અનુસાર  પાટણ જિલ્લામાં ફરી એક વખત બોગસ તબીબનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.પાટણ SOG પોલીસે બાદમીના આધારે બે બોગસ તબીબને ઝડપી પાડ્યા છે.

બોગસ તબીબને રંગે હાથ ઝડપી પાડ્યો

પાટણ SOG પોલીસને સમી તાલુકાના માંડવી ગામે ડિગ્રી વગર પ્રેક્ટીશ કરતા રાજેન્દ્ર વ્યાસ વિશે માહિતી મળતા પોલીસે મુદ્દામાલ સહિત બોગસ તબીબને રંગે હાથ તેને ઝડપી પાડ્યો હતો.

મેડિકલ સાધનો બોગસ ડોક્ટર પાસેથી કબજે કરવામાં આવ્યા

સાંતલપુરના પીપરાળા ગામે ભાડાના મકાનમાં ડિગ્રી વગર પ્રેક્ટીશ કરતા જવાભાઈ રબારી નામનો વ્યક્તિ ઝડપાયો હતો.પોલીસ દ્વારા ઈન્જેક્શન સહિત મેડિકલ સાધનો બોગસ ડોક્ટર પાસેથી કબજે કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો