મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ટાર્ગેટનો નથી મળતો તોડ! / સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખની સ્કૂલમાં વિદ્યાર્થીઓના વાલીઓને સદસ્યો બનવાની લિંક મોકલાઈ

ભાજપના સદસ્યતા અભ્યાનને લઈ સુરેન્દ્રનગરની વધુ એક શાળા વિવાદમાં આવી છે. ભાજપ

ટાર્ગેટનો નથી મળતો તોડ! / સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખની સ્કૂલમાં વિદ્યાર્થીઓના વાલીઓને સદસ્યો બનવાની લિંક મોકલાઈ

ભાજપના સદસ્યતા અભ્યાનને લઈ સુરેન્દ્રનગરની વધુ એક શાળા વિવાદમાં આવી છે. ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલની IPS સ્કૂલના વાલીઓને મેસેજ કરી ભાજપના સદસ્યો બનાવા શરૂ કરવામાં આવ્યા છે. ભાજપમાં સદસ્યતા અભિયાનને લઈ સભ્યોના આંકડા વધારવા દોડ લાગી છે. 

ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલની IPS સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતા બાળકોના ગ્રુપમાં શાળા સંચાલકોએ મેસેજ મૂકી ભાજપમાં જોડાવા અપીલ કરી છે. સુરેન્દ્રનગર શહેર ભાજપના નેતાઓ દ્વારા ટાર્ગેટ પુરો ન થતા વધુ એક વખત શાળાના બાળકોના વાલીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ધડાકો થયો છે. 

હજુ પણ સુરેન્દ્રનગરની અનેક ખાનગી શાળાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચર્ચા વહેતી થઈ છે. બાળકો ના મગજમાં શિક્ષણના બદલે રાજનીતિ ઘુસાડવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉભું થયું છે. 

આ સમાચાર શેર કરો