VIDEO/ Panchmahal: શહેરામાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ, ગરમીથી મળી મોટી રાહત
સોર્સ : GSTV
પંચમહાલ જિલ્લાના શહેરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં એકાએક વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. શહેરા શહેરના માર્ગો પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

