Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Hansot: One-month-old newborn found in canal, public outrage

VIDEO: હાંસોટ: નહેર પાસેથી મળ્યું એક મહિનાનું નવજાત શિશુ, લોકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે એક મહિનાનું નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. વરસાદી વાતાવરણમાં કોઈ નિષ્ઠુર વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે લાવારિસ હાલતમાં છોડી દીધું હતું. સ્થાનિકોએ બાળકને જોતા જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાંસોટ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકને ત્યજનારની શોધખોળ શરૂ કરી છે. આ અમાનવીય કૃત્યને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

App Store