Godhra news: કેવડિયા ગામના 2 સગીર પરીક્ષા આપી ચેકડેમમાં ન્હાવા જતા બંનેના ડૂબી જતા મોત

Godhra news: પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના કેવડિયા ગામમાં બે કિશોરનાં પાણી ભરેલાં ચેકડેમમાં પડવાથી ડૂબી જતાં બંનેનાં કરૂણ મોત નિપજયાં હતા. શાળામાં પરીક્ષા આપી પરત ઘરે જતી વેળાએ અચાનક એક કિશોરનો પગ લપસી જતાં પાણી ભરેલા ચેકડેમમાં ખાબકયો હતો જેને બચાવવામાં અન્ય સાથી કિશોર પણ પાણીમાં ડૂબી ગયો હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે.
મૃતક કિશોરમાં એક ગોધરા તાલુકાના ધોળી ગામનો અને બીજો કિશોર કેવડિયા ગામનો રહેવાસી છે.
સ્થાનિકોને જાણ થતાં જ પાણીમાં ડૂબી ગયેલા કિશોરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગોધરામાં બે વિદ્યાર્થીના ડૂબવાથી મોત
આ દરમિયાન એક કિશોરને પાણી માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અન્ય એક કિશોરને ફાયર બ્રિગેડ ટીમે પાણી માંથી બહાર કાઢવામાં આવ્યો અને બંને કિશોરના મૃતદેહને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં પીએમ.માટે લાવવામાં આવ્યા હતા. બે બહેનનો લાડકવાયો ભાઈ અને માતાપિતા એ લાડકવાયો એક નો એક પુત્ર ગુમાવ્યો હતો. આ બનાવને પગલે સ્વજનો અને શાળા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

