Ahmedabad news: ગુજરાત યુનિવર્સિટીમાં મોટાભાગની બેઠકો ખાલી છતાં પ્રવેશ ન મળતા NSUIનો વિરોધ

Ahmedabad news : ગુજરાતની સૌથી સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં અલગ-અલગ ફેકલ્ટીમાં મોટાભાગની સીટો ખાલી હોવા છતાં GCASને લીધે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ વગર રઝળી પડયા હતા. જેને લઈને NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટીમાં એકઠા થઈને આ અંગેનો વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદ શહેરમાં આવેલા નવરંગપુરા વિસ્તારમાં રાજ્યની મોટી ગણવામાં આવતી ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થીઓના એડમિશનને લઈને વિરોધ સામે આવ્યો છે. NSUIના કાર્યકરો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન કૉલેજેમાં અનેક બેઠકો ખાલી છે, છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. જે અંગે NSUIએ યુનિવર્સિટી સંચાલકોને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા રજૂઆત કરી હતી. સાયન્સ ફેકલ્ટીમાં 8000 હજાર માટે કુલ 3500 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા, આર્ટસની 19000 સીટ ખાલી જેમાં 1500 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો, જ્યારે કોમર્સ માટે 30000 બેઠકોની સામે 26 હજાર વિદ્યાર્થીઓએ એડમિશન લીધા BBA કોર્ષ માટે 2578 ખાલી હોવાની સામે કુલ 2300 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું. BCA સીટ 3000 ખાલી બેઠકોની સામે 2400 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. એડમિશન મળેલ 2400 પાંચ વર્ષના કોર્ષમા 5200 સીટ મળેલા એડમિશન 3100 સીટ ખાલી હોવા છંતા વિઘાથીઓ પ્રવેશથી વંચિત રહેતા NSUIના કાર્યકરોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

