Chhotaudepur news: આંબાડુંગર ગામની વૃદ્ધ માતાની પેન્શન માટે હત્યા કરી કળિયુગી પુત્ર પલાયન, જાણો આખી કરુણ ઘટના

Chhotaudepur news: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખોબા જેવડા આંબાડુંગર ગામે 80 વર્ષની વૃદ્ધાને કામ ન કરતા દીકરાએ પોતાના વૃદ્ધ મા-બાપની વૃદ્ધા સહાય પેન્શનના પૈસા માટે સગા દીકરાએ લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવને લઈ કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આંબાડુંગર સહિતના પંથકના લોકોમાં તિસ્કાર જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં વૃદ્ધ માતા પાનકીબેન ભીલ તેનો અશક્ત પતિ અને ચાર દીકરા સાથે રહેતી હતી. સમય જતા કોઈ કારણસર આ પરિવારના ત્રણ પુત્રો કડીપાણી ગામે અલગ રહેવા લાગ્યા હતા. પાનકીબેન ભીલ તેનો પતિ અને સિવાલીયા ભીલ નામનો પુત્ર તેની સાથે રહેતો હતો. રોજગારી માટે ફકત ખેતી જ પર નિર્ભર હતા. પરંતુ આ જમીનમાં ખાસ પાકતું ન હોઈ આર્થિક સ્થિતિ ખરાબ હતી. પાનકીબેન ભીલનો પુત્ર સિવાલીયા ભીલ નાનાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય કોઈ બીજું કામ પણ કરતો ન હતો. તેને તો વૃદ્ધ મા-બાપને મળતા વૃદ્ધા પેન્શનના પૈસા વાપરવા હતા.
મા-બાપને મળતા વૃદ્ધા પેન્શનના પૈસા જ માતા પાનકીબેન માટે મોતનું કારણ બન્યા હતા. જ્યારે પણ મા-બાપને વૃદ્ધા પેન્શનના પૈસા મળતા કે તરત તે લઈ લેતો અને પૈસા ઉડાવી દેતો. અને ફરીથી ઘરમાં ખાવા-પીવા માટે તકલીફ ઉભી થતી. કાયમ માટે આ સ્થિતિ રહેતા પાનકીબેન તેના દીકરા સિવાલિયાને પૈસા આપવાનું બંધ કરી દેતા પુત્ર વારંવાર માતા સાથે ઝઘડા કરવા લાગ્યો હતો.
તા. 3/10/25ના રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં કળિયુગી પુત્ર સિવાલિયો તેના ઘરે આવ્યો અને માતા પાસે વૃદ્ધા પેન્શનના પૈસા માંગવા લાગ્યો.પરંતુ પાનકીબેન તેને પૈસા આપવા તૈયાર ન હતી. બસ પૈસા આપવાની ના પાડતા સિવાલિયો યમદૂત બન્યો અને તેને બાજુમાં પડેલી વાસની લાકડી વડે હાથ-પગ અને શરીરના ભાગો પર ફટકા મારવા લાગ્યો હતો. સિવાલિયો શું કરી રહ્યો છે તેનું તેણે ભાન ન રહ્યું. અંતે પાનકીબેન ઢળી પડી તેને લાગ્યું કે તેની માતાનું મોત થયું છે. આખરે સિવાલિયો ભીલ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
સવારે જ્યારે પાનકીબેન બેનના બીજા ત્રણ પુત્રોને જાણ થઈ તેઓ આંબા ડુંગર ખાતે રહેતા તેના મા-બાપના ઘરે પહોંચ્યા હતા. જો કે, ખૂબ મોડું થઈ ગયું હતું અને તેમની માતાનું મોત થઈ ચૂક્યું હતું. રાયલા ભાઈ ભીલ સહિત તેમના અન્ય દીકરાઓએ પોલીસને જાણ કરી અને રાયલા ભીલે પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાવી દીધી. પોલીસમાં ફરિયાદ નોંધાતા હત્યા કરી ફરાર થયેલો ખૂની સિવાલિયા ભીલને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા અને અંતે તે પોલીસના સકંજામાં આવી ગયો હતો. હવે તે જેલના સળિયા ગણતો થઈ ગયો છે.પોતાની વૃદ્ધ માતાને મળતું વૃદ્ધા પેન્શનની નાની એવી રકમ મેળવવા માટે શેતાન બનેલા પુત્ર એ જ તેની માતાને મોતને ઘાટ ઉતારી દેતા સારા પંથકના લોકો પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.

