VIDEO: ખંભાળિયા શહેરમાં 59 લોકો પાસેથી ધાર્મિક યાત્રાના પૈસા ઉઘરાવ્યા બાદ આયોજક પલાયન
સોર્સ : GSTV
VIDEO: દિવાળીના તહેવાવારો પહેલા લોકોને ઉત્તર ભારતના જાણીતા તીર્થધામના પ્રવાસે જવાની લાલચ આપી કુલ 59 જેટલા લોકો પાસેથી હજારો પૈસા ખંખેરીને આયોજક ફરાર થયાનું સામે આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં એક શખ્સે લોકો પાસેથી રૂપિયા વસૂલ કરી પ્રવાસનું આશ્વાસન આપી સરકાર વધારાના રૂપિયા આપશે એવી પણ લાલચ આપી હતી.
જેથી વધુને વધુ લોકો લાલચમાં આવી આયોજકને ચાર હજાર રૂપિયા જેટલી રકમ આપી દીધી હતી. જો કે, નક્કી સમયે બસ ન આવતાં લોકો રાત્રે 12 વાગ્યા સુધી રાહ જોતા રહ્યા હતા. બાદમાં ઠગનો મોબાઈલ સ્વીચ ઓફ મળતા લોકોમાં ચિંતાનો માહોલ થયો હતો. છેતરાયેલા લોકોએ તંત્રને જાણ કરતાં પોલીસ તપાસ શરૂ કરી કરવામાં આવી છે. ખંભાળિયા શહેરમાં છેતરપિંડીની આ ઘટનાથી નાગરિકોમાં ભારે રોષ અને ચર્ચાનો માહોલ છે..

