Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Abandoned fetus found in plastic bag in Godhra, police investigation started

Panchmahal news: ગોધરામાં પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળ્યું, પોલીસ તપાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Panchmahal news: ગોધરામાં પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળ્યું, પોલીસ તપાસ શરૂ
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક અત્યંત અમાનવીય ઘટના સામે આવી છે. શહેરના ભરચક વિસ્તાર ગણાતા કલાલ દરવાજા નજીક એક પ્લાસ્ટિકની થેલીમાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

App Store

અજાણી વ્યક્તિ ભ્રૂણને ત્યજીને ફરાર 

ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી પડી હતી. સ્થાનિક લોકોની નજર આ થેલી પર પડતા અને તેમાં તપાસ કરતા, અંદરથી એક નવજાત ભ્રૂણ મળી આવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિ આ ભ્રૂણને અહીં ત્યજીને ફરાર થઈ ગઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોધરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભ્રૂણને પોતાના કબજે લીધું હતું.પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી આ પાપ કરનાર વ્યક્તિની ઓળખ થઈ શકે.

લોકોમાં ભારે રોષ

ભરબજારમાં અને જાહેર રસ્તા નજીક આ પ્રકારે ભ્રૂણ ફેંકી દેવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આ ઘટનાને માનવતા પર કલંક સમાન ગણાવી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

ટોપિક્સ:godhragstvpolice