Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : A private agency committed a scam worth lakhs of rupees in Halol,

હાલોલમાં ખાનગી એજન્સીએ લાખો રૂપિયાનું આચર્યું કૌભાંડ, લોકો પાસેથી ટેક્સના પૈસાનો કર્યો વહિવટ

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
હાલોલમાં ખાનગી એજન્સીએ લાખો રૂપિયાનું આચર્યું કૌભાંડ, લોકો પાસેથી ટેક્સના પૈસાનો કર્યો વહિવટ
સોર્સ : GSTV

હાલોલ નગરપાલિકામાં વેરા વસુલાતની કામગીરી આઉટ સોર્સીંગ દ્વારા ખાનગી એજન્સીને સોંપવાનું મોંઘુ પડ્યું છે. ઈ-નગર કાર્યક્રમ હાલોલ નગરપાલિકાએ ખાનગી એજન્સીને વેરા વસુલાતની કામગીરી પણ સોંપી દીધી હતી.

App Store

ખાનગી એજન્સીને વેરા વસુલાતની કામગીરીમાં કૌભાંડ આવ્યું સામે

જેમાં કૌભાંડ સામે આવ્યું છે. નગરપાલિકા વતી વેરો ઉઘરાવતી ખાનગી એજન્સીએ લોકો પાસેથી વેરા વસુલાત કરી સામે પાવતી આપી દેવામાં આવી હતી, તો બીજી તરફ  જયારે તે વેરાના પૈસા નગરપાલીકામાં જમા કરાવવાને બદલે પોતાની સિસ્ટમમાંથી પાવતી ડીલીટ કરી વેરાના પૈસાની ગફલત કરી હતી. હાલોલમાં લોકોએ વેરો ભરી દીધો હોવા છતાં વેરા વસુલાતની નોટિસો ફટકારવામાં આવતા આખું કૌભાંડ સામે આવ્યું હતું.

અઢી લાખના વેરાની લોકોને ફટકારી નોટિસ

હાલોલ નગરપાલિકા વતીથી વેરા વસુલાત કરતી એજન્સીમાં તપાસ કરવામાં આવતા કુલ રૂપિયા અઢી લાખના વેરા વસુલાત બાદ પાવતી આપી તે પૈસા નગરપાલિકામાં જમા નહીં થયા હોવાનું ખુલ્યું હતું. હાલોલ નગરપાલિકાએ એજન્સી સામે પગલાં લેતા એજસીએ તે રકમ જમા કરાવી દીધી હતી પરંતુ હાલોલ નગરપાલિકા દ્વારા આ મામલે હાલોલ પોલીસ સ્ટેશનમાં એજન્સી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ટોપિક્સ:panchmahalgstvnagarpalika