Panchmahal news: ઘોઘમ્બામાં GFL કંપનીમાં ફરી ગેસ ગળતરની ઘટના, લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની સમસ્યા
ગુજરાતના પંચમહાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પંચમહાલના ઘોઘમ્બામાં GFL કંપની

ગુજરાતના પંચમહાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પંચમહાલના ઘોઘમ્બામાં GFL કંપનીમાં ફરી ગેસ ગળતરની ઘટના સામે આવી છે. 20 દિવસ પહેલા રેફ્રિજરેશન ગેસ ગળતરથી દુર્ઘટના સર્જાયા બાદ મહિનામાં આ બીજી ઘટના બની છે.
ગામમાં લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની સમસ્યા
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પ્લાન્ટ ખાલી કરી દેવાયો હતો.કંપનીની આસપાસના ગામમાં લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની સમસ્યા જોવા મળી હતી. જોકે મોટી દુર્ઘટના ટળી છે. ઉલ્લેખનીય છે કે કયા કારણોસર ગેસ ગળતરની ઘટના સર્જાઈ તે મામલે વહીવટીતંત્ર અને કંપની દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.




