મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાકિસ્તાન મરીને ફિશિંગ કરતી બોટ પર કર્યું ફાયરિંગ, ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોને બચાવ્યા

પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના દરિયા નજીક ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરવામા

પાકિસ્તાન મરીને ફિશિંગ કરતી બોટ પર કર્યું ફાયરિંગ, ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોને બચાવ્યા

પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના દરિયા નજીક ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઓખાની બોટ ડૂબી ગઇ હતી. ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોને બચાવી લીધા હતા.

ભારતની બોટ પર પાકિસ્તાન મરીને કર્યું ફાયરિંગ

પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના દરિયા કિનારા નજીક ફિશિંગ કરી રહેલી બોટ પર મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઓખાની માછીમારી કરતી બોટ ડુબી ગઇ હતી. આ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતાં જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને માછીમારોનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યા

ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ

ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગની ઘટના બનતા ગુજરાતના માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો