સુરતમાં માથાનો દુઃખાવો સાબિત થતી ઉભરાતી ગટરની સમસ્યા, સ્થાનિકોએ કહ્યું, રજૂઆતોનું કોઈ જ આવતું નથી નિરાકરણ
સુરતમાં ભારે વરસાદ વખતે ગટરિયા પુરની સમસ્યા સર્જાતી હોય છે. જોકે, વરાછાના અટલજી નગર વિસ્તારમાં વગર વરસાદ

સુરતમાં ભારે વરસાદ વખતે ગટરિયા પુરની સમસ્યા સર્જાતી હોય છે. જોકે, વરાછાના અટલજી નગર વિસ્તારમાં વગર વરસાદે પણ ગટર ઉભરાતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું લોકો કહી રહ્યા છે.
નિરાકરણ લાવવા રજૂઆત
ભૂમિકાબેન રાવળે કહ્યું કે, એ.કે. રોડ ઉપર આવેલા અટલજી નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી બહાર આવી રહ્યા છે. જેના કારણે માથું ફાટી જાય તેવી તીવ્ર વાસ આવે છે. રોગચાળો પણ ફેલાયો છે. સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો વધ્યો છે. અમે સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટર સહિતનાને અનેક વખત રજૂઆત કરી છે. છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી.
બીમારીની તકલીફ વધી
નિકુંજાબેને કહ્યું કે, છેલ્લા બે વર્ષથી આ સમસ્યા છે. જે તે વખતે નવી ગટર નાખવામાં આવી ત્યારબાદથી આ સમસ્યા ઊભી થઈ છે. કોઈ કચરો લેવાવાળું પણ આવતું નથી. ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીની તકલીફ વધી ગઈ છે. એક બાળકને આંખમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. ચાર-પાંચ દિવસથીએ આંખ પણ ખોલી શકતો નથી.








