મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કન્ટેનરની ટક્કરથી ઓવરબ્રિજને નુકસાન

કન્ટેનરની ટક્કરથી ઓવરબ્રિજને નુકસાન — સોર્સ: gstv

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર નિલેશ ચોકડી પાસે મશીનરી ભરેલંથ કન્ટેનર ઓવરબ્રિજ સાથે અથડાતાં બ્રિજનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. સુરતથી વડોદરા તરફ જઈ રહેલા કન્ટેનરના ચાલકને વાહનની ઊંચાઈનો અંદાજ ન રહેતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને પગલે સુરક્ષાના કારણોસર બ્રિજ પરથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રતિન ચોકડીથી જીઆઈડીસીને જોડતા માર્ગ પર વાહનવ્યવહાર અટકતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્રના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અગાઉ પણ આવી ઘટના બની ચૂકી હોવાથી ભારે વાહનોની ઊંચાઈ અને બ્રિજની સુરક્ષાને લઈને સવાલો ઊઠ્યા છે.

આ સમાચાર શેર કરો